top of page

મુખપૃષ્ઠ વાર્તા - ફેબ્રુઆરી અંક 2026

યુગદ્રષ્ટાનો આ અંક એ વિશેષ કરીને 57મા પ્રદેશ અધિવેશનને કેન્દ્રસ્થ કરીને તૈયાર થયો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 57મું ગુજરાત પ્રદેશ અધિવેશન આણંદ ખાતે 6 થી 8 જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ આયોજિત થયું હતું. જેનો આરંભ 6 જાન્યુઆરીના રોજ ત્રિભુવનદાસ પટેલ નગર ખાતે ધ્વજારોહણ સાથે થયો હતો. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડૉ. લક્ષ્મણભાઈ ભૂતડિયાસાહેબ તથા પ્રદેશમંત્રી શ્રી સમર્થભાઈ ભટ્ટના હસ્તે અધિવેશન ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ધ્વજારોહણ દરમિયાન સમગ્ર પરિસર “ભારતમાતા કી જય" અને "વંદે માતરમ્"ના નાદથી ગુંજી ઊઠ્યું હતું. વિસંગના રાણી અબ્બક્કા સભાગારની સામે શ્રેણીબદ્ધ રીતે ફરકાવવામાં આવેલા 56 ધ્વજોએ સૌનું ધ્યાન આકર્યું હતું. અખિલ ભારતીય વિધાર્થી પરિષદની પરંપરા મુજબ દરેક અધિવેશનમાં એક મુખ્ય ધ્વજ અને તેની આસપાસ પૂર્વે યોજાયેલાં અધિવેશનોની સંખ્યા મુજબ ધ્વજો ફરકાવવામાં આવે છે. આ રીતે 57મા પ્રદેશ અધિવેશનમાં મુખ્ય ધ્વજની આસપાસ 56 ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા, જે ગુજરાત પ્રદેશમાં પૂર્વે પોજાયેલા 56 wit અધિવેશનોનું પ્રતિબિંબ હતું,

અધિવેશનનું ઔપચારિક ઉદ્ધાટન 6 જાન્યુઆરીના રોજ સવારે 11:30 કલાકે ત્રિભુવનદાસ પટેલ નગર ખાતે આવેલા રાણી અબ્બકાદેવી મુખ્ય સભાગારમાં ગુજરાત રાજજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું. સ્વામી વિવેકાનંદ તથા વિદ્યાદાયિની મા સરસ્વતીની પ્રતિમાઓ સામે મંત્રોચ્ચાર સાથે દીપ પ્રજવલિત કરીને અધિવેશનનું ઉદ્ધાટન થયું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કે.પી. ગ્રૂપના સંસ્થાપક ડૉ. ફારુખભાઈ જી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ અતિથિ તરીકે અખિલ ભારતીય વિધાર્થી પરિષદના રાષ્ટ્રીય સહ-સંગઠન મંત્રી શ્રી એસ. બાલકૃષ્ણજી arre રહ્યા હતા. સાથે પુનઃ નિર્વાચિત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડૉ. લક્ષ્મણભાઈ ભૂતડિયા, નવ નિવાંચિત પ્રદેશ મંત્રી શ્રી દેવાંશભાઈ બ્રહ્મભટ્ટ, સ્વાગત સમિતિ અધ્યક્ષ શ્રી મેહુલભાઈ પટેલ તથા અધિવેશન મંત્રી શ્રી પિંકલભાઈ ભાટિયા મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રાષ્ટ્રીય કારોબારી સદસ્ય મેઘાબેન વાઘેલા, આણંદ નગર અધ્યક્ષ ડૉ. જેતલભાઈ પંચાલ અને નગર મંત્રી શ્રી ભાવસંગભાઈ ભરવાડની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. રાજ્યના કચ્છ, અમરેલી, અંબાજી, ડાંગ સહિત 33 જિલ્લાઓમાંથી આવેલા અંદાજે 1500 પ્રતિનિધિઓએ ઉદ્ધાટન સત્ર દરમિયાન “ભારતમાતા કી જય", "વંદે માતરમ" અને 'જય શ્રીરામ'ના નારા લગાવી અતિથિઓનું સ્વાગત કર્યું હતું.

ઉદ્ધાટનકર્તા શ્રી હર્ષભાઈ સંઘવીએ છાત્રશક્તિને સંબોધતા જણાવ્યું કે, વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સમગ્ર જીવન વિદ્યાર્થી નેતૃત્વના આદર્શરૂપ બની રહે છે. તેમણે જણાવ્યું કે, છાત્રશક્તિ આવતીકાલનું ભવિષ્ય નથી, પરંતુ આજનો ગૌરવવંતો વર્તમાન છે. તેમણે વિકસિત ભારત 2047ના સંદર્ભમાં વિધાર્થીઓની ભૂમિકા અંગે વિચાર પ્રસ્તુત કર્યા. તેમણે પોતાના જાહેર જીવન અને સમાજસેવાના કાર્યોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, પુવાનીના વ્યક્તિત્વ વિકાસ, કારકિર્દી માર્ગદર્શન, ખેલકૂદ પ્રવૃત્તિઓ તેમજ આદિવાસી વિસ્તારોમાં આરોગ્યલક્ષી કેમ્પોના આયોજન દ્વારા સમાજસેવામાં યોગદાન અપાયું છે. વર્તમાન સમયમાં નાયબ મુખ્યમંત્રી તરીકે તેઓ ગુજરાત પોલીસ તંત્રને આધુનિક અને વૈજ્ઞાનિક ભનાવવાની દિશામાં કાર્ય કરી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું.

મુખ્ય અતિથિ ડી. હાખભાઈ પટેલે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, જ્ઞાન કરતાં માત્ર ડિગ્રીને મહત્ત્વ આપવાની વૃત્તિ શિક્ષણ વ્યવસ્થાને પડકારરૂપ બની રહી છે. તેમણે વિધાર્થીઓને સર્જનાત્મક વિચારધારા વિકસાવવા પ્રેરણા આપી. રાષ્ટ્રીય સહ-સંગઠન મંત્રી શ્રી એસ. બાલકૃષ્ણજીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા સંગઠનાત્મક કાર્યની માહિતી આપી. વિવિધ પ્રાંતોમાં કરાયેલા કાર્ય, સંગઠન વિસ્તરણ અને છાત્રશક્તિના સશક્તીકરણ અંગે તેમણે માર્ગદર્શન આપ્યું. અંતમાં આણંદ નગર મંત્રી શ્રી ભાવસંગભાઈ ભરવાડે આભારવિધિ કરી ઉદ્ધાટન સત્ર પૂર્ણ કર્યું.

ત્યારબાદ બૌદ્ધિક ભાષણો, વિવિધ વિષયના પ્રસ્તાવો. શોભાયાત્રા, કેટલાક નવીન પ્રયોગો, જાહેર ભાષણો અધિવેશનના વિશેષો બની રહ્યા હતા. આ અધિવેશનમાંથી યુવાઓએ માત્ર એક કાર્યક્રમમાં ભાગ લીધો એવો અનુભવ નહીં, પરંતુ વિચાર, દિશા અને યુદ્ધ સંકલ્પ મેળવ્યો. ત્રણ દિવસના આ અધિવેશન દ્વારા યુવાઓમાં રાષ્ટ્રપ્રતિ સમર્પણ, સંગઠનભળની શક્તિ અને સેવા ભાવનાનું મહત્વ વધુ ઘનિષ્ઠ બન્યું, વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સહકાર્યકર્તાઓ. અધિકારીઓ સાથેના સંવાદથી સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતા મજબૂત બની અને વ્યક્તિગત વિકાસ સાથે રાષ્ટ્રનિર્માણ માટે કાર્ય કરવાની સ્પષ્ટ દિક્ષા યુવાઓને પ્રાપ્ત થઈ હતી. અંતિમ દિવસે વિવિધ ઘોષણાઓ બાદ અધિવેશની પૂણાહુતિ થઈ હતી.

Download February Edition

Contact

Dialogue is the first step to progress.

Connect with us.

9409840558

bottom of page